હજી પણ
હજી પણ
ઢોલનો ઇતિહાસ બોલે છે જે પણ એ દાંડી વાત ખોલે છે હજી પણ,
પોતે ખોજવાનું કામ કરશે તો કલમને વ્યર્થ છોલે છે હજી પણ,
મેં તને અકબંધ રાખ્યો છે ગઝલમાં વાચનારા ક્યાંક ડોલે છે હજી પણ,
લાગણીના ગામમાં કાચી પડી છું એક શેરી રોજ ફૂલે છે હજી પણ,
ત્રાજવાથી શીખવાનું એટલું જ છે ખાલી તો એ તોલે છે હજી પણ,
બેફિકર ઘર વિશે જાણી ગઈ છે કાગડો ક્યાં આવું બોલે છે.

