કાનુડાને શું કહેવું
કાનુડાને શું કહેવું
કાનુડાને શું કહેવું મારે સખીઓ બતાવોને.!
સાચું રે કહોને સખીપણું તો જતાવોને.! કાનુડાને શું કહેવું...
મહીની મટકી ભરીને હાલી હું શિર ધરીને.!
મારગ વચ્ચારે વેરી ઊભો ગોફણ ભરીને.!
તાક્યું નિશાન વીંધે હૈયાને પાર એવું કોઈ તો બચાવોને.! કાનુડાને શું કહેવું...
ઘેલી રે કરી દે મને સૂર એની બંસરીના.! દોડે વનરાવન જોને કદમો આ બાવરીના.!
સાન ભાન ભૂલી ગઈ હું કોઈ સમજાવોને.! કાનુડાને શું કહેવું ...
જઈને મેં તો રાવ કીધી મૈયા યશોદાને.!
બોર બોર આંસુ પાડી વ્હાલો થઈ જાય જોને.!
મીઠું મલકીને મા ની પાછળ છૂપાયેલાને કોઈ કાન ખેંચી લાવોને.!
કાનુડાને શું કહેવું મારે.
