અરે આશિકો
અરે આશિકો
મોહતાજ નથી પ્રણયના મુકામો, સુંદર ચહેરા તણા,
અરે આશિકો ! આમ તમે, ગમે ત્યાં ન ભટકયાં કરો... !
કોઈની તીરછી નજરને, માની તમે મૂક 'હા' માં ઈશારા,
વીંધાવી દિલને આમ તમે, વહેમમાં ન લટકયાં કરો... !
હસી-હસીને કરે કોઈ વાત, નજરમાં નજર મિલાવી,
તો એ હવે છે આપણાં, એવા શમણાં ન જોયા કરો.. !
કોઈના જરીક મીઠા બોલને, ન માનો ઊર્મિઓના ઉભરા,
છે મતલબી જમાનો, જાતને તમે આમ ન વેચ્યા કરો.. !
નથી હોતા સહેલા એમ, મહોબ્બતના મુકામો કાયમી,
લગાવી પેચ એમ ગમે ત્યાં, નાજુક દિલ ન તોડ્યા કરો.. !
હશે કોઈને કદર સાચા પ્રેમની, નક્કી જતાવશે એ પણ,
મૂકી ભરોસો પાત્ર પર 'હાર્દ', ખુદને હવે ન કોસ્યા કરો.. !
