આભાસ
આભાસ
પત્યો સ્વાર્થ ને સાથ પણ ગયો,
મૃગજળી ભાવનો આભાસ પણ ગયો,
યાદોની શ્રૃંખલાનો હિસ્સો પણ ગયો,
હું-તું એક એ આભાસ પણ ગયો,
તૂટી છેલ્લી આશને વિરોધાભાસ પણ ગયો,
દરિયાએ તરસ છીપાવ્યાનો ભાસ પણ ગયો,
તારાં રૂસણાથી દુઃખનો ભાવ પણ ગયો,
આંખે ટપકતું એ અશ્રુનો ભાર પણ ગયો,
થાશે મિલન એ આભાસ પણ ગયો,
"રાહી" આ વેદનાનો આભાસ પણ ગયો.
