STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

4  

Bharat Thacker

Abstract Inspirational

હર ઘર તિરંગા

હર ઘર તિરંગા

1 min
287

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાષ્ટ્રભાવનાનો થયું વધુ ઉત્થાન છે

અનેરા મહોત્સવ નિમિત્તે ‘હર ઘર તિરંગા’ થકી ધ્વજને આપ્યું બહુમાન છે,


સ્વતંત્ર સંગ્રામની ચળવળમાં, આ તિરંગાએ કર્યા હતા આપણને એકજૂથ

સમગ્ર રાષ્ટ્રને એક તાંતણે બાંધી રાખવામાં આ તિરંગાનું યોગદાન છે,


આઝાદીની લડાઈ સમયના દેશભક્તિ જેવી જાગવી જોઈએ અલખ

હર ઘર તિરંગા પાછળ નિહિત એટલું આહવાન છે,


ધર્મ, નાત-જાત, પ્રદેશ, અને ભાષાની ભાવનાઓથી પર છે આપણો તિરંગો

સહુ માટે એક સમાન ધ્વજ, તિરંગો આપણી ભારતીય તરીકેની પહેચાન છે,


સહુનો સાથ, સહુનો વિકાસ માટે તિરંગો બની રહેવાનું છે સશક્ત માધ્યમ

હર ઘર તિરંગા, ભારત દેશની આન, બાન અને શાન માટે બની રહેવાનું વરદાન છે,


હર ઘર તિરંગા જોઈને, હાંજા ગગડી જશે આપણા દુશ્મન દેશોના

ભારત છે અપરાજીત, ગમે તેવા આહવાનને પહોંચી વળવા શક્તિમાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract