મરી પરવારી માનવતા
મરી પરવારી માનવતા
કોરોના કાળમાં સ્મશાન ઘાટે મડદા હાલ્યા જાજા,
અસ્થિ કુંભો રાહ જોતા તિજોરીએ પડ્યા ઠાલા,
મહામારીના સમયે સૌ જોતા રાહ માણસાઈની,
એકલ દોકલ જીવદયા બાકી જમડા લૂંટવા બેઠા,
માનવ પાસે માનવ ના આવે લાચારી તે કેવી જીવની,
વ્હાલસોયાનો હાથ છોડીને જીવ બચાવવા નાઠા,
સાયરન ગુંજે શબવાહિનીની રાત દિવસ રસ્તે,
માણસ નામના વાઘ પૂંછડી ઘાલી પીંજરે પેઠા,
પ્રેમ, કરુણા, દયા, મમતા, મરી પરવારી માનવતા,
ઠંડી થાતી રાખ, ગંગાએ મોક્ષ પામવા ચાહે.
