પ્રકૃતિ પાસેથી કંઈક શીખ
પ્રકૃતિ પાસેથી કંઈક શીખ
તું પ્રકૃતિ પાસેથી કઈક શીખ,
સવારનો ઊગતો સૂરજ કહે,
આળસ ખંખેરી ઊભો થા,
મારી જેમ તારું ભાગ્ય ઝળહળશે,
આ હવા કહે,
મારા જેવો તરવરાટ રાખ,
સફળતા તારા કદમો ચૂમી લેશે,
આ બાગના ફૂલો કહે,
મારી જેમ મહેક પ્રસરાવી જાણો,
મર્યા પછી પણ લોકો ના અંતરમાં રહેશો,
આ ઝર ઝર વહેતું ઝરણું કહે,
બસ સતત કાર્ય કર્યે જા,
પથ્થર પણ મોમ બની પીગળી જશે,
આ ઊંચા ઊંચા દેશના સિપાહી જેવા પહાડ કહે,
મારી જેવું દ્રઢ મનોબળ રાખો,
કોઈ વાવાઝોડું તમારું કઈ બગડી નહિ શકે,
આ ગીત ગાતાં પંખીઓ કહે,
મીઠી વાણી બોલો,
બધાના હૈયે વસી જશો,
બધાના પ્યારા બની જશો,
આ આભે લહેરાતો ચાંદ કહે,
મુસીબતમાં પણ મગજ શીતળ રાખો,
જીવનમાં ઉજાસ આવશે,
નટખટ અલ્લડ યુવતી જેવી નદી કહે,
બસ વહે જાવ,
સમયની સાથે કદમ મિલાવતા જાવ,
દુનિયા પર રાજ કરશો,
બસ સમયની સાથે ચાલતા જાવ,
આકાશે ઊડતું પંખી કહે,
બસ હૈયામાં હામ રાખતા જાવ,
ઈશ્વરમાં વિશ્વાસ રાખતા જાવ,
સફળતાનું આકાશ મળી જશે,
બસ પરિશ્રમની પાંખોથી ઊડતા જાવ,
વરસતી વાદળી કહે,
હૈયામાં ભાર ના રાખ,
તારા પીડાની આપી નવો આકાર,
તું કર કોઈનું સપનું સાકાર,
તારા જીવનને આપો આપ મળી જશે સુંદર આકાર.
