અધૂરો અક્ષર
અધૂરો અક્ષર
ચંદ્ર તું, હવે
ન રમાડ સૌને, જીતી
હૈયાં હસીને...
પૂનમને દિવસે ચંદ્ર ગ્રહણ
ને
ચંદ્ર થકી ઢંકાતો સોનેરી સૂર્ય
બસ, એક અધ્યાહાર
જ તો નથી હોતો કાફી,
તને મને સ્મરણમાં ભરવાને..
તોય
લાગે છે કે, શબ્દ બની તું ઠરે
એ પૂર્વે,
અર્થ થઈ હું બરફ બની જાઉં..
કે,
અધૂરો ઈ
અક્ષર તને, મને
જીવતર શીખવાડી દે.
ને,
તું હું આ ભવમાં
બીજો ભવ પણ
જીવી જઈએ..
નૈં.. !

