સુભાષચંદ્ર બોઝ સાચા ‘નેતાજી’
સુભાષચંદ્ર બોઝ સાચા ‘નેતાજી’
સુભાષચંદ્ર બોઝ ‘નેતાજી’ શબ્દનું, એક સર્વશ્રેષ્ઠ સન્માન છે
એક નામ માત્ર સુભાષચંદ્ર બોઝ, દેશ પ્રેમનું ગૌરવગાન છે,
પુ. ગાંધીજીની એક હાકલ પર કરી દીધો હતો સનદી નોકરીનો ત્યાગ
પુ. ગાંધીજીના સન્માનમાં, કર્યા જરૂરી સમાધાન છે,
બહાદુરી, નીડરતા, દેશપ્રેમ અને આગવી આંતરસૂઝની હતા એ મિસાલ
નેતાજીના સદગુણોને યાદ કરીને આજે પણ હરખાય હિન્દુસ્તાન છે,
આઝાદ હિંદ ફોજના એ ઘડવૈયાની જિદમાં, શક્તિ હતી જીતની
લડતના ઈતિહાસમાં, દુનિયાએ જોયું એ અનેરું આહવાન છે,
ભસ્મીભૂત દસ્તાવેજો અને રફેદફે ફાઈલોમાં નેતાજીનું નામ કરાયું છે ધૂમિલ
એમની છબીને ધૂમિલ કરવા, વેંતિયા નેતાઓએ કર્યા કેટલા કારસ્તાન છે,
અવનવી સંકલ્પ સિધ્ધિ અને તાજ્જુબી ભરી હતી એમની જજબાતી જિંદગી
તો કહેવાતા વિમાની અકસ્માતમાં તેમનું થયું ‘રહસ્મય’ અવસાન છે.
