ઈશ્કની તડપ
ઈશ્કની તડપ
ઈશ્ક ચીજ કેવી છે ગજબની,
કરે છે તે પણ તડપે છે,
ઈશ્કમાં જે સફળ ન થાય તે પણ,
દિન-રાત તડપે છે,
ઈશ્કમાં ફના થયા હોય તેવા,
મજનુઓને મે જોયા છે,
પથ્થરોનો માર સહીને,
પાગલ બનીને ઘવાયા છે,
ઈશ્ક માટે દિવાના બનીને,
દુનિયામાં ખુબ ભટક્યા છે,
ઈશ્કનું દર્દ સહન કરનારાએ,
અપમાનના ઘૂંટડા પીધા છે,
ઈશ્કતો ખુદાની દેન છે દોસ્તો,
તેમાં જે મજનુ બની જાય છે,
દિલથી લૈલા પામીને "મુરલી"
ઈતિહાસમાં અમર બની જાય છે.
