હે ઈશ્વર
હે ઈશ્વર
હે ઈશ્વર તારી દુનિયામાં પણ કઈક આવું હોવું જોઈએ,
સારા કર્મોનું વળતર,
તરત જ મળવું જોઈએ,
દુઃખની સાથે,
થોડો આનંદ ફ્રીમાં મળવો જોઈએ,
કેમ કે માનવીને એક સાથે એક ફ્રીનું વળગણ વધારે છે,
સારા કર્મોની એક બેંક હોવી જોઈએ,
ડિપોઝિટ એમાં કરીએ તો,
હર મહિને ખુશી રૂપી ખીસ્સાખર્ચી એમાં મળવી જોઈએ,
એક સામટું દુઃખ ના હોય
એમાં પણ હપ્તા પદ્ધતિ હોય તો કેવું સારું,
આટલું બધું દુઃખ એક સાથે લાગે આકરું,
માનવીને જીવન આપીને,
થોડી માનવતા જેવું ફ્રી મળવું જોઈએ,
હે ઈશ્વર તારી દુનિયામાં પણ કંઈક આવું હોવું જોઈએ,
સુખને સરળ હપ્તેથી ખરીદી શકાય,
એવી કોઈ જોગવાઈ હોવી જોઈએ,
હે ઈશ્વર તારી દુનિયામાં પણ આવું કંઈક હોવું જોઈએ.
