STORYMIRROR

Rajeshri Thumar

Abstract

3  

Rajeshri Thumar

Abstract

મુરજાવી ગયું કોઈ

મુરજાવી ગયું કોઈ

1 min
744

માસુમ લાગણીઓના મિજાજ સાથે,       

અડપલા કરી ગયું કોઈ,


ભર વસંતે બહાર લૂંટી,          

ખુશીઓના ફૂલો મુરઝાવી ગયું કોઈ,


સાગર સમજી સરિતા બની બેઠી,          

 પણ, મૃગજળ બની છેતરી ગયું કોઈ,


બની પૂનમનો ચાંદ પ્રવેશ્યું દિલમાં કોઈ,    

જીવન અંધકારમય બનાવી ગયું કોઈ,


ખુશીઓથી ભરપૂર જિંદગીને,           

 માયુસી આપી ગયું કોઈ,              


મધુર રિશ્તોઓની કત્લેઆમ કરી ગયું કોઈ,


વગર ગુને જિંદગીભર યાદોની,           

જેલમાં સબડવાની સજા દઈ બેઠું કોઈ.                


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract