એકલું નથી આકાશ આજે
એકલું નથી આકાશ આજે
એકલું નથી આકાશ આજે,
પતંગનો આજે સંગ છે
રંગ બેરંગી પતંગથી સોહાય આજે આકાશ છે,
એકલો નથી દરિયો આજે,
તરંગ એની સાથ છે
ઉછળીને કેવી સોહાય જોને લહેરો એની સાથ છે,
એકલું નથી વૃક્ષ આજે,
ફળ ફૂલ પાંદડાઓનો સહકાર છે,
કેવું શોભે આંગણે આજે,
ઊભું ઊભું મલકાય છે,
એકલું નથી વાદળ આજે,
મેઘ ધનુષ્યનો સાથ છે,
રંગબેરંગી મેઘધનુષ્યથી કેવું એ સોહાય છે,
જો ને કેવું મંદ મંદ મુસ્કાય છે,
એકલું નથી હૃદય આજે,
તારો સુહાનો સંગ છે
તેજ પૂર્યો મારી જિંદગીમાં મેઘધનુષ્યનો રંગ છે,
એટલે જ હૈયે આટલો ઉમંગ છે,
દિલના દરિયામાં લાખો તરંગ છે,
તુજ મારી જિંદગીનું અનોખું અંગ છે,
એટલે જ જીવનમાં ભરેલા ખુશીઓના રંગ છે.
