મિત્ર
મિત્ર
બહારથી દેખાય એટલા ભીતરથી રૂપાળા નથી હોતા,
સંબંધો બધા તમે માનો છો તેટલા હૂંફાળા નથી હોતા,
ભૂલી જાઓ કે તમારો સૂર્ય મધ્યાહને હતો એક દિવસ,
આથમતા સૂરજના કઈ બહુ અજવાળા નથી હોતા,
અવગણના થાય તો આંખ આડા કાન કરજો પ્રેમથી,
એવું ઘર ક્યાં મળે કે જ્યાં લોહી ઉકાળા નથી હોતા,
ઉંમર ભલે વધે પણ અભરખા થોડા ઓછા રાખજો,
જપી જાવ પહેલા જેવા યૌવનના ઉછાળા નથી હોતા,
અહમ ઘવાશે, ક્યારેક ઈગો પણ ટકરાશે આવેશમાં,
સ્વમાન સાચવજો, સહુ કઈ સંયમવાળા નથી હોતા,
અફસોસમાં નીકળી જશે આયખું આખું, એમ ને એમ !
માણો મન ભરી, જિંદગીના દરેક રંગ ધોળા નથી હોતા,
મિત્ર જિંદગી અને ગણિત ને જોડાશો તો ખાસો ખત્તા !
લેણદેણ હશે તો લેશો, બાકી શૂન્યના સરવાળા નથી હોતા.
