વિચારોની દલદલ
વિચારોની દલદલ
એકના અગિયાર થાય કે અગિયાર ના બાવીસ
બાવીસના જો શૂન્ય થાય તો પામો પદ પરબ્રહ્મ,
કર વડે કર્મ કર કે જવા દે જડ ચેતના
બળ વડે જો હું હોમાયો તો કળ શું મળે હેતમાં,
આમ અને તેમ પાસા ફરે જીવતરના
આંખ મીંચી ને જોઉં ઊંડે તો ધસી જાઉં વિચારોની દલદલમાં.
