હકીકત દુનિયાની
હકીકત દુનિયાની
હસતા હોઈએ એકલા એકલા,
ત્યારે પૂછે છે સૌ જણ કે 'કેમ હસો છો' ?
પણ રડતા હોઈએ એકલા,
ત્યારે કોઈ કારણ પૂછતું નથી,
ખુશ હોઈએ ત્યારે બધા આવે છે ખુશીનું કારણ જાણવા,
પણ ઉદાસ હોઈએ ત્યારે કોઈને એનાથી નિસ્બત હોતી નથી,
સુખી હોવાનું રહસ્ય જાણવામાં છે દિલચસ્પી હર કોઈને,
પણ એના માટે વેઠ્યું છે કેટલું દુઃખ એ કોઈ જોતું નથી !
