વરસાદી માહોલ અને હું
વરસાદી માહોલ અને હું
મોસમ અને સ્થિતિ મનની થતી જાય છે સરખી,
મોસમ પલટાયું છે અને તારા નામ માત્રથી
પલટાઈ જાય છે મારા મનનું વાતાવરણ,
આકાશ આ ગોરંભાયેલું છે કાળા ડીબાંગ વાદળોથી,
અને મન મારું ઘેરાયેલું છે તારી યાદોથી,
છે આગાહી વરસાદની પણ હવે
તારા આગમનની પણ થઈ રહી છે આગાહી,
ચાતક જેવી રાહ છે મને તારી,
વાદળ તો વરસી પડશે એના સમયે,
પણ તું ક્યારેય વરસાવી રહ્યો છે ચાહત તારી ?

