સપનાનું મૌન
સપનાનું મૌન
સપનાનું તૂટવું શું હોય એ તમને શું ખબર,
શું તમારા સપના તૂટ્યા છે ક્યારેય ?
સપના તૂટે છે ત્યારે અવાજ નથી આવતો,
પણ એની વેદના અવર્ણનીય અને અકથનીય હોય છે,
પછી માણસ સતત એવા કાર્યો માટે કાર્યરત રહે છે,
જે ક્યારેય એનું સપનું નહોતું,
અમુક જવાબદારીઓ સપનું સાકાર કરવાની તક નથી આપતી,
પછી એને કોઈક અજાણ્યો બોજ જિંદગીભર વહન કરવો પડે છે,
એટલે જ્યારે કોઈ એમના સેવેલા સપના વિશે કહે ને,
ત્યારે જો શક્ય હોય તો એને પુરું સમર્થન અને તક આપજો,
કેમ કે જ્યારે સપના તૂટે છે ને, ત્યારે અવાજ સુધ્ધાં નથી થતો,
પણ એની વેદના અસહ્ય બની જતી હોય છે!
