STORYMIRROR

Maitri Barbhaiya

Inspirational

3  

Maitri Barbhaiya

Inspirational

શૃંગાર જિંદગીનો

શૃંગાર જિંદગીનો

1 min
222

જિંદગી પર લાગ્યો છે થોડો નકારાત્મકતાનો મેલ,

એ દૂર કરી મારે એને શણગારવી દુલ્હનની જેમ,


જેમ કરે એ શૃંગાર એમ એને પણ મારે કરી દેવો શૃંગાર,

ખુશીઓનું પાનેતર અને સુખ નામની મોઢચૂંદડી ઓઢાડવી તેને,


પ્રેમ નામની મારે કરવી એને કાજળ,

વિશ્વાસ નામની નથણી પહેરાવી મારે,


સત્ય નામની મારે કરવી એને લિપસ્ટિક,

લાગણી નામનું મંગળસૂત્ર પહેરાવું મારે,


હૂંફનો કંદોરો,

આત્મવિશ્વાસ નામની ચૂડી-બંગડી,


સંવેદના નામની વિંટી,

સ્વનિર્ભર નામની પાયલ, અને ઊર્જા નામની વેઢ,

આ રીતે કરવો મારે જિંદગીનો શણગાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational