એમની ભેટ-સોગાદ
એમની ભેટ-સોગાદ
કેવા કેવા બંધાઈ જાય છે ઋણાનુબંધ,
જેમની કલ્પના પણ ન કરી શકાય,
એવા લોકો સાથે મુલાકાત થઈ જાય છે,
મૂકીએ જ્યાં મૈત્રી પ્રસ્તાવના,
ત્યાં તો એનો સ્વીકાર કરીને આપી જાય છે ભેટ-સોગાદ વિવિધ પ્રકારે,
ક્યારેક બળતા હોઈએ નિરાશાના ઉનાળામાં,
તો આપી જાય છે આશાની ઠંડક,
ધ્રુજતા હોઈએ જ્યારે કોઈ અજાણ્યા ડરથી,
ત્યારે આપી જાય છે હૂંફ પ્રેરણાની પરિસ્થિતિ સામે લડવા માટે,
અને જ્યારે ભીંજાતા હોઈએ અશ્રુના વરસાદમાં,
ત્યારે આપી જાય છે પ્રેમની છત્રી,
હતાશામાં ખરી ગયા હોઈએ પાનખરની માફક,
ત્યારે ખુશીની વસંત લાવી ફરીથી જીવન મહેકાવી જાય છે ફૂલોની જેમ,
અને જ્યારે ફાવી જાય છે, બની જાય છે એ આપણી પ્રિય વ્યક્તિ,
ત્યાં પછી એવું શું થતું હશે કે,
આપણે કોઈ બક્ષિસ આપીએ એ પહેલા જ ધીરેથી રેતીની જેમ સરી જાય,
અને પછી આપણે હંમેશા એવું વિચારતા રહીએ છીએ,
કે આ કેવું ઋણાનુબંધ હતું કે જેનો ક્યારેય અંત નહોતો લાવવો,
આજે એનો અંત સામેથી જાતે જ આવી જાય છે !
