ઈશ્વરની કરામત
ઈશ્વરની કરામત
એ છે સૌ લોકો કરામતી,
જે જાણે છે તેમનામાં રહેલા મનોભાવોને કોઈ કાગળ પર વ્યક્ત કરતા,
ચિત્રકાર રંગો અને પીંછી વડે કંડારે છે તેની કરામતને,
તો લેખક અભિવ્યક્ત થઈ જાય છે કલમ, કાગળ અને શબ્દો દ્વારા,
નૃત્યકાર દર્શાવી આપે છે તેની કરામતને નૃત્ય થકી,
પણ ઈશ્વરથી સર્વોચ્ચ કક્ષાનું કોઈ નથી કરામતી,
એ આકાશને રંગવા માટે કઈ પીંછી અને રંગો લાવતા હશે ?
ઈશ્વર માટે તો આ વીજળીનો અવાજ અને વરસાદનો ઝરમર નિનાદ,
એ જ એમની ગઝલ અને કવિતા છે,
કેવી આ કરામત છે ઈશ્વરની,
જેને ઓળખતા ન હોય એની સાથે જ ઓળખાણ કરાવી દે છે,
અને પછી જેની સાથે રહેવું શક્ય ન હોય,
એ જ વ્યક્તિને કેમ આપણી પોતાની બનાવી દે છે ?
