જૂના જમાનાનો પ્રેમ !
જૂના જમાનાનો પ્રેમ !
પ્રેમ તો છે સનાતન,
જ્યારે નહોતા સંપર્કના સાધનો આટલા,
ત્યારે પણ હતો પ્રેમ જીવંત,
હા, અત્યારે બને એવું કે દૂરની વ્યક્તિ સાથે પ્રીત થાય,
પણ, પહેલાંના સમયમાં પ્રેમનું સરનામું પણ ઝરૂખો અને પ્રેમ સંવાદનું સ્થળ પણ ઝરૂખો,
હવે એકરાર થઈ જાય છે પ્રેમનો મેસેજ કે મેઈલ દ્વારા,
પણ પહેલા તો એક ઝલક માટે પ્રેમી ઝરૂખામાં રાહ જોયા કરતા,
અને પછી ક્યારેક એ જ ઝરૂખામાંથી પ્રેમપત્રો પણ આપી દેવાતાં,
અને કોઈ ન જોવે એ રીતે ઘરના ખૂણે બેસી એ પત્ર વાંચવાની મજા માણતા,
અને એમાં લખ્યું હોય કે ફરી ક્યારે અને કેટલા વાગે ઝલક જોવા ઝરૂખે આવવાનું છે,
અને પછી એ દિવસ અને એ સમયની રાહ જોવાતી,
અને પછી ક્ષણવાર માટે ફરીથી રચાઈ જતો પ્રેમ સંવાદ,
ખરેખર, એ જૂના જમાનાનો પ્રેમ ખૂબ અદ્ભૂત હતો !
