નારી
નારી
હવે તારે સહેવા અત્યાચાર એ વાત બની ભૂતકાળ,
શું તને ખબર છે તારા સામર્થ્ય વિશે ?
આંખોમાં તારી કટાર જેવી ધાર અને તેજ સૂર્ય જેવું,
જો કોઈ તને અબળા માની જોવે તારી સામે,
તો થવું પડે તેને પણ નતમસ્તક,
ભૂજાઓમાં તારા અપાર શક્તિ, તલવાર, ત્રિશૂલ રહે ધારણ હંમેશા તારા હાથોમાં,
પછી ડર તને લાગે કેમ આ અસુરોનો ?
બસ કમી છે વીણા અને વેદની,
તે હવે ધારણ કરી બની જા હવે તું માં સરસ્વતી,
ભલે કહેતી દુનિયા અને કહે સમાજ કે 'ફૂટ્યા કે
છે આને પર(પાંખો) બહુ પણ હવે તને ન હોવી જોઈએ કોઈ નિસ્બત આવા શબ્દોથી,
પૂર્યા હતા ચીર દ્રોપદીના શ્રીકૃષ્ણ એ,
પણ હવે તારી માટે ગોવિંદ નહીં આવે સૃષ્ટિ પર,
માટે શીખવું રહ્યું તારે એકલપંડે સંહાર કરતા દાનવોનો,
તોડી તારા માટેની સમાજ દ્વારા બનાવેલ જંજીરોને,
એક નવી શરૂઆત કર તારા અસ્તિત્વની, નથી તું અબળા, સેવક કે દાસી,
વસે છે તારામાં સમસ્ત દેવીઓ, અને તું જ માનવ અવતારમાં છે સાક્ષાત ભગવાન !
#FreeIndia
