STORYMIRROR

Maitri Barbhaiya

Abstract

3  

Maitri Barbhaiya

Abstract

શહેરીકરણ

શહેરીકરણ

1 min
337

શહેરીકરણ તરફ અંધાધૂંધ ડોટ મૂકેલા લોકો

બોલાવે છે તેમનું ગામ, વતન તેમને પાછું, 


પણ વતની વ્યસ્ત છે શહેર તરફ જવામાં અને ગામનું પાદર,

ત્યાં ઊભેલો ઘેઘૂર વડલો, ત્યાંનો ઓટલો,

રાહ જોવે છે એમની જે ભાગ્યા છે રોજી માટે ગામને પેલે પાર, 


ચાલ્યા છે જે બાળ-બચ્ચા સહિત,

તેમના માટે ગામની નદીના નીરે પણ લીધા છે સોગંદ,

તેમના પરત ન ફર્યા સુધી ન વહેવાનાં,

એ કૂવો પણ છે પાણિયારીની રાહમાં,

જે ઊભો-ઊભો વિચારે કે વારે-તહેવારે આવશે કોઈ આ જ ગામનું વતની, અને ખેંચશે પાણી, 


કૂવા ને બસ થઈ આવે છે એજ વાતથી ગૂંગળામણ,

કે આવતી નથી હવે કોઈ પનિહારી અને વાતો તેની સંભળાતી નથી, 


હવે મંદિરમાં પણ માંડ કોઈ વડીલ કે મોભી આવે છે જે અહીં રોકાયા છે શહેરમાં ન ગમવાના કારણે,

પણ દ્રશ્ય હવે આખું ગામનું બદલાવા લાગ્યું છે.

પણ હજુ પણ ગામ હાક મારે છે શહેરીકરણ તરફ અંધાધૂંધ દોટ મૂકેલા લોકોને !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract