પ્રેમ છે
પ્રેમ છે
જ્યાં મસમોટા અવગુણો ભૂલાય છે એ પ્રેમ છે,
જ્યાં પ્રિયપાત્રને સર્વસ્વ ગણાય છે એ પ્રેમ છે,
હોય છે અપેક્ષા જ્યાં સમર્પણની સદાયકાળમાં,
જ્યાં ગણતરીને હિસાબ વિસરાય છે એ પ્રેમ છે,
પ્રહાર સામેના પાત્ર પર જ્યારે થાય છે સંજોગે,
પણ સમગ્ર વેદના આપણને થાય છે એ પ્રેમ છે,
સુખી કરી ઈપ્સિત પાત્રને સંતુષ્ટિને પમાય છે ને,
એની ગેરહાજરીમાં કેવું તરફડાય છે એ પ્રેમ છે,
ટળી જાય છે આપણની નિજી ઓળખ પછીથી,
ગમે એના થકી કદી ઓળખાવાય છે એ પ્રેમ છે.

