પિયુ સંગાથ
પિયુ સંગાથ
મહેંદી કેરી અનેરી ભાત સજાવીને બેઠી હાથ,
નવવધૂ શણગાર સજી ચાલી પિયુની સાથો સાથ.
હૈયામાં ધરબી રાખી પ્રેમની કંઈ કેટલીય વાત,
સાજણ સંગાથ કરશું પ્રીતની વાતો આખી રાત.
સોનેરી સપનાઓ આંખ્યુંમાં ભર્યા જો અપાર,
સાચા કરવાને એકમેક દિલડાએ કર્યા હા કરાર.
રાધા બની જેમ શ્યામની ધૂનમાં સદા મગન,
તેવી લાગી છે મુજને મારા ભરથારની લગન.
ડોલીમાં બેસી નિરખી રહી ઘૂંઘટની આરપાર,
મનડું ધડકતું આજ નવું કંઈ જોવા સોનેરી સંસાર.
સૂરજના કિરણો ભરી દેતા ભલે અંતર અજવાસ,
મુજને તો પિયુ સંગાથ હતી રજની કેરી રૂડી આશ.

