STORYMIRROR

'Sagar' Ramolia

Romance

4  

'Sagar' Ramolia

Romance

બેસી રહું

બેસી રહું

1 min
762

કો' આંખમાં ઊંડે વસી છટકયા વગર બેસી રહું,

જોયા કરું સામે અને મટકયા વગર બેસી રહું,


સંભાળી રાખું જાતને, યત્નો કરું એવા સદા,

કોઈ અજાણ્યા મારગે ભટકયા વગર બેસી રહું,


બીજું હશે શું માગવું કુદરત હવે તારા કને,

બસ એક ઈચ્છા એટલી, ફટકયા વગર બેસી રહું,


સંજોગ આવી જાય એવો તો મને સંભાળજે,

કો' ડાળ એવી આપજે, બટકયા વગર બેસી રહું,


'સાગર' અહીં હું પ્રાર્થના કરતો રહું દિનરાત એ,

આ જિંદગીમાં કોઈને ખટકયા વગર બેસી રહું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance