જોઈ છે
જોઈ છે
જોઈ છે આંખમાં તારી છલકતી પ્રેમ ક્યારી
નયનમાં રાખજે બારી કરીને તો આભારી
તરસતી આંખોમાં ધબકતી રક્ત શેરોમાં
રાખજે તુજ હદયમાં પ્રેમની છબી અમારી
ફરકતા બોલે અધરો વહેતી જાણે વાણી
મળ્યાંતા, મળીશું ક્યાં તે સ્થળને લેજે વિચારી
પલકતી પલકોમાં બનતા અશ્રુ બિંદને
જળને પાપણેથી તું ધીમેથી લેજે ઉતારી
ઝબકતી નજારો તો કહે આવકાર, તને
ખબર છે ક્યાં તુજને છબી વસી છે તમારી

