STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

રંગીલે તુ પ્રેમથી

રંગીલે તુ પ્રેમથી

1 min
270

મને રંગમાં રંગીલે તું પ્રેમથી,

મનમાં ઉમંગ ભરીલે તુ પ્રેમથી, 

મને તારી તુ બનાવીલે પ્રેમથી,

હું તો સાથ નિભાવીશ તારો દિલથી.


મને બાવરી બનાવી તારા પ્રેમથી,

મને મળવા આવીજા તુ પ્રેમથી, 

મારી તડપ મિટાવવી દે તુ પ્રેમથી,

હું તો સદાય તારી બનીશ દિલથી.


મને તરસાવી રહ્યો છે તુ પ્રેમથી,

મારી તરસ બુઝાવ તારા પ્રેમથી,

મને ન તલસાવ તુ તારા પ્રેમથી,

હું તારા પ્રેમમાં ડૂબાડી છુ દિલથી.


મને વાટ જોવડાવે છે તુ પ્રેમથી,

મને તારો વિરહ થયો છે પ્રેમથી,

મારો તું વિરહ દૂર કરીજા પ્રેમથી,

હું તો સામૈયું કરીશ તારું દિલથી.


મે તો ઓઢી છે ચુંદડી તારી પ્રેમથી,

મને નચાવ તું છેડી તરાનો પ્રેમથી,

"મુરલી" ડોલી લઈને આવ તુ પ્રેમથી,

હું તો બનીશ પ્રિયતમા તારી દિલથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance