STORYMIRROR

'Sagar' Ramolia

Romance

4  

'Sagar' Ramolia

Romance

પ્રેમની હોડી

પ્રેમની હોડી

1 min
575

પ્રેમની આ હોડી છે, હલેસાં માર,

પ્રેમ-નીરે દોડી છે, હલેસાં માર !


પ્રેમ સાગર ને પ્રેમ પતવાર,

સંસારની જોડી છે, હલેસાં માર !


પ્રેમ-દરિયાને પાર કરી લેવા,

દુનિયાને છોડી છે, હલેસાં માર !


તસ્દી ન લે તું લંગર નાખવાની,

રીત બધી તોડી છે, હલેસાં માર !


પ્રેમ પ્રભુ છે, પામવા કર તપ,

જિંદગાની થોડી છે, હલેસાં માર !


પ્રેમની ‘સાગર’ કિંમત અનેરી,

એના વિણ કોડી છે, હલેસાં માર !


Rate this content
Log in

Similar gujarati poem from Romance