સુનહરી સાંજ
સુનહરી સાંજ
આપના સ્મરણની સુનહરી સાંજ છે
એમ લાગે તું જાણે મારી પાસ છે
આપણે ક્યાંક ગાળી હતી જે ક્ષણો
બાગ માંથી ફુટેલી છુપી વાત છે
ખિલતા ફુલની જેમ મઘમઘતા હતા
હાથમાં હાથ તો આપણી શાન છે
કાગળો પ્રેમથી લખવા શોધ્યા શબ્દો
થઇ ગયા પત્ર ડુચા અક્ષરથી માત છે
શોધતો તો હુ અહી તને મારામાં ક્યારનો
તું આવી સાથ આપ્યો તુ તો જાન છે
શાન--આબરૂ ઈશારો દેખાવ છટા
માત--પરાજય હાર જાન-- જીવથી વહાલું

