તારી મારી વાતો
તારી મારી વાતો
વીતી રહ્યા છે દિવસો,મહિના, વરસો ને રાતો,
ખૂટી ના ખૂટશે કદી તારી ને મારી આ વાતો.
હું કહું ને તું સાંભળે, તું કહે ને હું સાંભળું,
ક્યારેક થાય મૌનમાં પણ લાંબીલાંબી વાતો.
શબ્દોના મોહતાજ કદી હોતા નથી આમતો,
સ્પર્શી જ લે રૂહને રૂહના અધિક અહેસાસો.
એકાંતમાં પણ ક્યાં સાથ છોડ્યો છે કદીય,
કદી હસાવે તો કદી રડાવે કડવી મીઠી યાદો.
બસ,આમ જ જીવન સફરમાં હસતા હસતા,
નિભાવી લઈશું સઘળા સુખદુઃખ સાથે નાતો.

