STORYMIRROR

Divya Soni

Others

2  

Divya Soni

Others

નીકળે !

નીકળે !

1 min
14.1K


સુકાયેલા એ પર્ણની વાતો, લીલીછમ નીકળે;
પાનખરની યાદોમાં આખેઆખી વસંત નીકળે!

ધનીઓને લૂંટી, એ ગરીબોમાં સાંજનું જમણ વહેંચે;
ગામનો પાક્કો વાણિયો પણ ક્યારેક મહંત નીકળે!

આપીશ તને દીકરો, કે જોઈએ છે નાર ગમતી તને?
ઈશે આપેલું ના ગમે નો, લાભ લેવા લેભાગુ સંત નીકળે!

અહીં એકલાનું શું છે? ભલે  રાજ્ય આખું તું જીતે;
એ વિજયયાત્રા પાછળ પણ પોતીકાનો ખંત નીકળે!

જીવનમાં વાત સૌની સાંભળ, જ્ઞાન ચારે દિશાઓ આપે;
મનની ગડમથલ સુલઝાવતો ઘરનો બાળ, સુમંત નીકળે!


Rate this content
Log in