STORYMIRROR

Divya Soni

Romance

2  

Divya Soni

Romance

હોઉં છું!

હોઉં છું!

1 min
13.7K


તારા આ ઘરના આરસામાં, જયારે હું ખુદને જોઉં છું
છું હું સ્વપ્નમાં કે સૃષ્ટિમાં, હું એ અવકાશમાં હોઉં છું!

આ દેહ શાને ઝળહળે, હું ઝગમગાટમાં હોઉં છું?
જ્યાં સૂર્યના કિરણો મળ્યા, હું એ પ્રકાશમા હોઉં છું!

મન તારું જ્યા ઉમંગે ઉડે હું એ આકાશમાં હોઉં છું
તારા અશ્રુની બુંદેબુંદ જો, હું એ ભીનાશમાં હોઉં છું!

નથી મળતું કોઈ મુખોટું જો, હું જે છું એ સામે હોઉં છું,
મારા શબ્દોમાં, મારા હાસ્યમાં હા હું નિખાલસ હોઉં છું!

સંગાથ ક્યાં નસીબમાં? હું મળવાની આશમાં હોઉં છું,
હા તું, હોય પાસે કે નહિ, હું તારા સહેવાસમાં હોઉં છું!


Rate this content
Log in

Similar gujarati poem from Romance