રંગોનો કલરવ
રંગોનો કલરવ
આજે કોઈ એટલું બધું ગમી ગયું,
પછી શું? આંખોના ગુલાલથી થોડું રમી ગયું.
બાવરી આંખો અને ગુલાબી ગાલ,
બીજું શું જોઈએ? હોળી રમવા બહાનું મળી ગયું.
પિચકારી તો નહાકુ કારણ બન્યું,
બાકી દિલનું તીર ક્યારનું ત્રાસુ છૂટી ગયું.
થોડું અબીલ ગુલાલ ઉડાડી એ મને ધીમેથી,
જાણે કોઈ કાનમાં લગન માટે પ્રસ્તાવ પૂછી ગયું?
નટખટ સ્મિત, એમની રંગીલી હથેળી જોઈ,
લાગ્યું કોઈ આવી એક ચપટી સિંદૂર પૂરી ગયું.