બે ઘડીની ગમ્મત
બે ઘડીની ગમ્મત
જોકરની જેમ સ્મિતનો મુખવટો પહેરી હસી શકાતું હોત તો...
મોબાઈલની જેમ જિંદગીને થોડી ચાર્જ કરી શકાતી હોત તો..
દુરબીનની જેમ આવતીકાલને ઝૂમ કરી જોવાતી હોત તો...
દરિયાની જેમ કિનારે અથડાઈને પાછું વળી શકાતું હોત તો...
પૈસાની જેમ કોઈના આપેલા સમયની કિંમત થતી હોત તો...
આયનાની જેમ માણસની મતી પણ આરપાર દેખાતી હોત તો...