પ્રેમની બે પળ
પ્રેમની બે પળ


કેટલી પહેલીઓ સુલઝાવશો આ નજરોની રમતથી,
કશુંક ગુંચવાઈ જાય છે ભરેલી તિજોરીમાં.
બેચેની છવાય છે અંતરના ઉંડાણના કૂવામાં,
ના મુંઝાય જાય આહત આ પ્રેમના પળની.
મઝવેલી ધારદાર પળ રાહ જુએ છે બજારમાં,
વિખરાયેલી ગલીઓમાં વેચાય છે આંખની પ્રિતી.
એટલું પણ ના વહેવા દો આ સમયના ધોધ ને કે,
ખડિયામાં પડેલી શાહી કલમથી જ નારાજ થઈ જાય.
મહેકતું નજરાણું પણ અજીબ લાગે છે આ મહેલમાં,
ગુલાબનાં છોડ પણ મુઝાંયને નારાજ છે આપણાથી.
રંગબેરંગી ભાતોની કલાકૃતિ પણ પૂછે છે હવે મને,
આ કોનાં નામની રચાય ને ઉભી છે તું આ હાથમાં.
લાલ કલરની પડછાયનો રંગ ફિક્કો લાગે છે હવે,
છટકાવો એમાં થોડી પ્રેમનાં મિલનની રાતોની યાદ.