Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahika Patel

Inspirational

3  

Mahika Patel

Inspirational

માણી લો જિંદગી

માણી લો જિંદગી

1 min
411

ગમા-અણગમાની સસ્તી,

મેહફીલમાંથી મુકત કરો સ્વને,

આ શુભદિનના અવસરની,

ભવ્ય ઉજવણી કરી લ્યો.

બોજના મેળામાં આમતેમ,

બે ચાર ફેરફદુડી ફરી લ્યો,

કદાચ એક બે પળ ગમ્મતની,

ઉધાર મળી જાય તો !

વિપરીત વખતમાં મસ્તક,

નમાવી લો કોઈની સમક્ષ,

કોઈ નવી સવાર નવસબંધનો,

ગુલદસ્તો લઈ આવે ?

વેહતી નદીના નૂરને,

કાઠેથી જ નિહાળી લેજો,

ઉછળકૂદ કરતા આવતા,

વહેણના પારખા ના હોય.

તાલ મેળવી લો અસ્ત-મસ્ત,

ફરતા ઘડીના લોલક સહ,

ટકોરો વાગ્યા પછી,

એક મિનિટ પણ ચોરી નહિ શકો.

આ અમૃત સમ જીવનની,

જડીબુટ્ટી બજારમાં નહી મળે,

એટલે મશગુલ થઈને,

'માણી લો જિંદગી'ની મુલાકાતને.

Rate this content
Log in