ચાલ આજે તને તારી સાથે રૂબરૂ કરાવું.
ચાલ આજે તને તારી સાથે રૂબરૂ કરાવું.


બ્રહ્માંડનો એક ખૂણો ઝળહળે એક જ્યોતની પડછાયમાં,
ના ઓળખે એ એને, પછી શું, એ ખોવાય એક ગામમાં.
આમ એક ઓરડી ભૂલી છે આજે એની ભાન, તો શું
એક જ્વાળાને એના જ પ્રકાશમાં ડૂબકી મરાવી લાવું?
ચાલ આજે તને તારી સાથે રૂબરૂ મુલાકાત કરાવી દવ,
મંદિરમાં પ્રગટ અખંડીત જ્યોતનું થોડું ભાન કરાવડાવું.
નજર કરીશ તો બસ અમારા જેવી જ આમ લાગીશ,
પણ એવું કંઈક ખાસ છે જે તને બનાવે છે ખાસ.
અંધકારથી પ્રકાશ સુધી લઈ જવું એ તો તારો મૂળ ધર્મ,
પણ તું રહી કુદરતની બક્ષિસ, એક ધર્મે ક્યાં જકડાવાની !
તારી હાજરી એટલે ખાલી અંધકાર માટે રોશનીની હયાતી?
ના તારી હાજરી એટલે બોનસમાં, ચોતરફ સુગંધની નદીઓ.
આમ એક ફરિશ્તારૂપી વિશેષતાઓ લઈને ઝળહળે છે તું,
અવિરત બળીને સુગંધીત પ્રકાશ ફેલાવતું રહેવું એ જ તું છે.
ચાલ આજે તને તારી સાથે રૂબરૂ મુલાકાત કરાવું,
મંદિરમાં પ્રગટ અખંડીત જ્યોતનું થોડું ભાન કરાવડાવું.