આસમાની બોલ
આસમાની બોલ
1 min
484
માણસે માણસે ફિતરત બદલાય છે,
ક્યાંક દંભ તો ક્યાંક સંપની ફૂલઝડી,
સમય પર તો અમૂલ્ય સોનાનો ઢોળ,
પિટાતો જાય તેમ કિંમત વધારતો જાય,
શબ્દમાં ક્યાં સ્વર અને વ્યંજનની કિંમત ?
સૂરમાં બોલાય તો સંગીત નહિતર ઘોંઘાટ,
આકાશમાં ભળે સાત રંગ, મેઘધનુષ્ય ચિત્રાય,
આવાજ સાત ગુણ મળે તો માણસ પરખાય,
પતંગ સાથે દોર પણ આસમાને હિંડોળા લેય,
થોડા અંગતના ઘા લાગેને, ધડમ કરતી નીચે પડે,
દિવસે સુર્યના તેજ પ્રહાર સહન કર્યા પછીજ,
રાત્રીએ તારલાઓને ચમકવાનું ભાગ્ય મળે.