વરસતી લાગણીઓ
વરસતી લાગણીઓ


મૌન કેમ એટલું ઘોંઘાટ કરે આપણી વચ્ચે ?
લાગે છે, શબ્દને આજે પોતાનાઓથી અળગો કર્યો છે.
મીઠા ઘા પણ વ્હેમા લાગે ક્યારેય?
કોઈ મધ ચટાડીને શું કડવાશ આપે !
રણ વચ્ચે ભીની માટીની સુગંધ જકડી રાખે મને,
બાકી, વળગણ તો મને મારા શ્વાસનું પણ ક્યાં છે.
નાસીપાસ નથી થતી ક્યારેય, જાણું કે કદાચ
શીખવાડવાની,જમાનાની આ જ રીત હોય !
જવું છે તો જાવ, એટલું જરા કહેતા જજો,
લાગણી તો ગાંડી, વરસવાનું કેમ કરી ભૂલે ?