STORYMIRROR

Prajapati Bharat

Drama

4  

Prajapati Bharat

Drama

ગઝલ - લૈ ચાલે છે પગ

ગઝલ - લૈ ચાલે છે પગ

1 min
421

સ્વપ્ન ને પણ આંખમાં લૈ ચાલે છે પગ,

ઊંઘ મારી કાખમાં લૈ ચાલે છે પગ,


રાત દિવસ રોજ રઝળ્યો એકલો ને,

લાગણીઓ રાખમાં લૈ ચાલે છે પગ,


બોલ આજે કોણ પાડે છે ભરોસે,

વાયદાઓ પાંખમાં લૈ ચાલે છે પગ,


બાતમી શું ગોતવાની ગામ આખે,

નામના ને શાખમાં લૈ ચાલે છે પગ,


નાવ, શઢ, નાવિક, તરાપો છે વહેતું,

અધવચ્ચે વાખમાં લૈ ચાલે છે પગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama