ખોવાયો છું
ખોવાયો છું
1 min
14K
ભીતર ડોકિયું કરો તો સમજાય
ઝળહળતા પ્રકાશે ખોવાયો છું
આથમણી દિશા એ દેખાયો છું
વહેવું છે મારે તારા વચ્ચેથી
આંખે આસુ થૈ હું રેલાયો છું
ઘાટે ઘાટે જુદા જુદા છે જળ
જાતે બોળી જાતે ધોવાયો છું
(ને)કોણે નજરું મારી સામે નાખી
કણ કણમાં પણ જાતે શોધાયો છું
મેં ભાળી લીધો છે રસ્તો તારો
નકશે ગંગા સાથે દોરાયો છું
