STORYMIRROR

Prajapati Bharat

Others

3  

Prajapati Bharat

Others

સોમરસ

સોમરસ

1 min
300

સોમરસ ઢોળાય છે, 

મારા અતિતના જાળાં પર, 

જાળાંમાં કરોળીયાઓએ કરેલાં ઘર.


એ ઘરમાં ફેલાયેલા અંધકારની વચ્ચે, 

આછો આછો ઉજાસ, 

પતંગિયા અને ચામાચીડીયાને ફફડાવે છે. 


ચામાચીડીયું તો અંધકારનો જીવ છતાં ફફડે !

ફફડાટ કાનવીંધીને ચાલ્યો જાય છે.


સોમરસમાંથી જુદો પડતો કોઈ રસ, 

મારી હથેળીમાં અટકે, હું ચાખું, 

જાળાં તોડી પહોંચી જાઉં છું, 

ચંદ્રના પડછાયે. 


ચંદ્ર જ આ બધુ કરાવે છે, 

એને શું કામ સોમરસ ઢોળવો પડે, 

સોમરસમાં બધા આળોટ્યા કરે છે.


પડછાયો જોયા વગર, 

પડછાયો એટલે અંધકાર ને ?

ને એ અંધકારમાં પેલું પતંગિયું

અને ચામાચીડીયું ફફડશે. 


પતંગિયું પરપોટાનો સંગ કરે,

શગને વ્હાલ કરે, 

શગ હળવે હળવે અસ્તાચળે વળે 

પતંગિયું ભરમાય જાય. 


ભરમાર સઘળે એવીને એવી, 

નિરંતર પેદા થયા કરે, 

પેદા થયા પછી એની રમતો ચાલું, 

ને એ રમતો શંતરજ કરતાં દોહ્યલી, 

કોઈનાં વસ્ત્રાહરણ થાય, 

કોઈનાં રાજપાટ મારુ તો સઘળું ગયું. 


સ્મશાનવત શાંતિ છે પેલા જાળાં માં 

સોમરસને કારણે.


Rate this content
Log in