STORYMIRROR

Vijay 'Gareeb' Sinaviya

Classics Romance

4  

Vijay 'Gareeb' Sinaviya

Classics Romance

ઘણાયે મળ્યાં છે...

ઘણાયે મળ્યાં છે...

1 min
27K


"અમેતો તમારી  સરળતા એ  વર્યાં,

જટિલતો અમોને ઘણાયે મળ્યાં  છે."


"નિહાળી અમોને ગરવથી ન ચાલો,

તમોથી હઠીલા ઘણાયે  મળ્યાં  છે."


"કહી  દો  તમારા  ગુમાની  નયનને,

ખિતાબો તમારી પલકને  મળ્યાં  છે."


"એ ખંજનમાં ડૂબ્યાં જે ગાલે પડે છે,

મરકતા કસમથી ઘણાયે મળ્યાં છે."


"તમારા  ફરકતા  ખુલાં  કેસ  થીયે,

વખાણો નિરાળી ઝુલફને મળ્યાં છે."


"તમારી શરમ ને મલાજા એ મર્યા,

હા પ્રસ્તાવ લાખો તણાયે મળ્યાં છે."


"'ગરીબ' છે તમારા જ પ્રેમે બનાવ્યા,

અમીરે  સલામો  ભરીને  મળ્યાં છે."


Rate this content
Log in

Similar gujarati poem from Classics