કાજળ થઈ જવું...
કાજળ થઈ જવું...
"ચાહતનો અર્થ કોઈનું કાજળ થઈ જવું !,
છોડીને આભ, નીરનું ઝાકળ થઈ જવું !"
"શું કહું એ પ્રેમને કે નદીઓમાં જીવવાં,
સાગર તણી વરાળનું વાદળ થઈ જવું?"
"જો આંગળીને કોઈની હો સ્પર્શવી જ તો,
પીંછી થઈ જવું યા તો કાગળ થઈ જવું."
"કોઈને સાથ આપણો રસ્તે ગમે ન તો,
પાછળ રહી જવું કાં તો આગળ થઈ જવું."
"સાચો પ્રણય 'ગરીબ' એ કે કોઈના આવતાં,
સૂરજનું ઘોર રાતમાં ઝળહળ થઈ જવું !"
( ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા )

