શોધી શકે તો શોધજે...
શોધી શકે તો શોધજે...
"સાચું લે સરનામું દઉં જો મન કરે તો શોધજે,
'હું' માં નહિ 'તું'માં વસું શોધી શકે તો શોધજે."
"જીવતા તો તારા માટે મળશે તને લાખો ભલા,
કાજ તારે મરી શકે એવો મળે તો શોધજે."
"સાદ દેતી જો હશે તો સો જણાં હાજર હશે,
ખુશહાલ જોવા જો તને કો ખુદ રડે તો શોધજે."
"ફૂલનો ભમરો જ છે આશિક એ જગજાહેર છે,
પોષવા તુજને જો કો કંટક બને તો શોધજે."
"લાખ દીપે જીંદગી રોશન હશે કરતાં ઘણાં,
આપવા અજવાશ 'તું' કો ખુદ બળે તો શોધજે."
"આમતો 'ગરીબ' તારું નામ લઇ શકતો નથી,
એટલે લખવું પડ્યું શોધી શકે તો શોધજે."