STORYMIRROR

Drsatyam Barot

Classics Inspirational

4  

Drsatyam Barot

Classics Inspirational

હોયના વેવારનો

હોયના વેવારનો

1 min
27.5K


પ્રેમ આજે થઇ ગયો વેપારનો,

એટલે માણસ થયો બેકારનો.


આ જખમ ક્યારેય પણ મટશે નહીં,

ઘા થયો એના શબદના વારનો.


વોટ ફેંકી ચૂંટતા નેતા બધાં,

ને પછી ક્હે વાંક છે સરકારનો.


વાંક ગ્રાહકનો બધો છે જેટલો,

એટલો છે વાંક આ બાજારનો.


વાત કરવાના નથી, સંબંધ ને,

આજ લેં આધાર એ અખબારનો.


ફોન પર મળતાં બધા માણસ હવે,

સામ સામે હોય ના વેવારનો.


માફ કરજો હે બધાં તરસ્યાં જનો,

મોતના લીધે નાહ્યો બેવારનો.


ગાલગાગા ગાલગાગા ગાલગા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics