મુલાકાત લો
મુલાકાત લો
1 min
13.2K
શિયાળે શીરો ભલો,
ને ઊનાળે જોને શ્રીખંડ,
ચોમાસે બાસુદી ભલી,
ઓલી ખીચડી બારે માસ.
વહાલી મને મારી ખીચડી,
છે કેવી મધુર મજાની ખીચડી.
સુપાચ્ય ઘણી ને સુઘડ પણ,
વળી સ્વાદિષ્ટ મીઠી ખીચડી.
બટાકા, ડુંગળી, લસણ, મરચાં,
લવીંગથી ઘીમાં વઘારી ખીચડી.
તમે આવીને ચાખી તો જુઓ,
છે તીખી ને તમતમતી ખીચડી.
મુલાકાત લો એકવાર જ 'જશ',
ફરી માગશો આ રજવાડી ખીચડી.