એક સંવાદ કૉરોના સાથે
એક સંવાદ કૉરોના સાથે
હે ઈશ્વર !
ઉલ્ઝન ૧ અને ૧ = ૧૧
કત્લેઆમ આદર્યું વિદેશી હુકુમતે 2020માં,
આડેધડ મચાવ્યો ઉત્પાત ચીને 2020માં,
માણસ માત્રને બનાવ્યો કેદી માણસે 2020માં,
ડરાવ્યો ને ધમકાવી પાડ્યો ચત્તોપાટ મારીને 2020માં !
ઉકેલ ઉલ્ઝનનો
હે માનવી !
દુષ્કર્મ કર્યાનો વળતો જવાબ જ સમજી લે,
કયામતની આખરી ક્ષણનો અસબાબ સમજી લે,
કહેર જે જે તેં ઢોયો કુદરત પર યુગોથી, ને
છીનવ્યો'તો જે આસમાંથી અગ્નિ ઓકતો આફતાબ સમજી લે.. !
સ્ત્રી હનનનો ઈતિહાસ જે તેં રાખ્યો કાયમ,
કંઈ ન શીખ્યો અતીતની ભૂલોથી ઓ નરાધમ !
રમતો આવ્યો તું હોળી રક્તની, બની રક્તપિપાસુ,
જે મળ્યો તને -
દુષ્કર્મ કર્યાનો વળતો જવાબ જ સમજી લે... !
અંત લાવી જાણે જો તું મારપીટ, લડાઈ ને યુદ્ધનો,
ન્યુક્લિયર બોંબ ફોડવાનું જો ભૂલે તું અહીંતહીં શોખનો,
બને જો આધાર તું રઝળી પડેલાં સહુ આબાલવૃદ્ધનો,
તો... તો... છોડી જવા છું તૈયાર આ દુનિયા, આ સૃષ્ટિ, એ તું સમજી લે... !
દીન દુખિયાનો જો બને તું બેલી ને પયગંબર,
શહીદ થયેલા સૈનિકોનાં કુટુંબનો થા સિકંદર,
અનાથ ને વૃદ્ધોનો બનીશ જ્યારે તું નાથ, થાશે બંધ આશ્રમો ગલી-કૂંચીનાં ને સંતોષાશે આંતરડી નિઃસહાયની,
ચાહીશ હું ત્યારે હે માનવી તને છોડી સદંતર દ
ૂર જવાને, એ તું સમજી લે... !
તેં લગાવેલી નફરતની એ મંદ મંદ સઘળી જ્વાળામુખીઓને બુઝાવી દે,
પ્રેમરસથી ખીલવ દરેક કુસુમવેલ, ને દીપજ્યોત મોહબ્બતની જગવી દે,
સંસારને માન પોતાનો, ને ઈન્સાનથી કર પ્યાર ઓ નરપિશાચી દાનવ !
નહિંતર,
કયામતની આખરી ક્ષણનો આ અસબાબ સમજી લે... !
ઈશ્વર, ખુદા, જિસસ કે વાહે ગુરૂથી નથી કોઈ ઊંચો કે ઉપર
ઈશ્વરે મોકલેલાં બંદોની શુભ વાણીને મારો સંદેશ સમજી લે,
ન લે કોઈની આહ કે ન છીનવ કોઈનાં હક્કની વાહ,
છોડ હવે તો અહ્મ નકલી, ક્યાં કશું છું તું આ જગમાં !?
એટલે,
કહેર જે જે તેં ઢોયો કુદરત પર યુગોથી, એનો હિસાબ સમજી લે... !
હે માનવ !
અસ્કયામત તારી તને હું સોંપવા છું તૈયાર જો...
દેર સવેર ઈશ્વર આવી જ રહે છે ઊભો તારી પુકારે સ્તો,
તને શ્રેષ્ઠતમ સર્જી ઈશ્વરને આમ લજ્જિત ન કરે તો,
ધર્મ, જાત-પાતનાં નામે જો હવે સઘળાં ધતિંગ તું છોડે તો,
એસિડ ફેંકી લૂંટતો તું જેનો આત્મવિશ્વાસ,
એ એને પરત મેળવી આપે તો,
આપેલા જે તે વચનો, કસમો જો તું પાળી બતાવે તો...
પાણી પાણી થઈ જાશે તારો બનાવેલો એ જલદ તેઝાબ
જ્યારે
તારી દરેક ઉલ્ઝનોનો મળશે એક માત્ર જવાબ -
હું 'કૉરોના વાયરસ' બેધૂંધ હત્યાઓ રોકવા છું તૈયાર... એ સમજી લે... !